ગ્રેનસ એપ થી રક્તદાતા કેવી રીતે શોઘી શકાય?
ડીપાર્ટમેન્ટ ઓફ ફર્સ્ટ એડ એન્ડ ઇમેર્જનસી, ગ્રેનસ દ્વારા ભારતમાં બ્લડ ડોનેશન કરવા ઇચ્છતા લોકો તથા બ્લડ ની જરૂરીયાત વાળા લોકો માટે એક નવા પ્રકારની એપ લોન્ચ કરવામાં આવી છે.
આ એપ પ્રમાણે બ્લડ ની જરૂરિયાત વાળા વ્યક્તિ નીચે બતાવ્યા મુજબ બ્લડ શોધી શકે છે.
બ્લડ બેંક:
તમારી નજીકની બ્લડ બેંક, સરનામાં અને ફોન નંબર સાથે
તમારી ફોનબૂક:
તમારા ફોન માં સેવ કરેલ લોકોનું બ્લડ ગ્રુપ તમે જાણી શકો છો અને તેમને રિક્વેસ્ટ મોકલી શકો છો.
સ્થાનિક લોકો:
અગર તમે બીજા શહેર માં છો જ્યાં તમારું કોઈ રીલેટીવ નથી..... 10 લાખ થી વધુ લોકો બ્લડ ડોનેશન કરવા માંગે છે. તમેં જે અરિયા માં છો ત્યાં બ્લડ ડોનેશન કરવા ઇચ્છતા લોકોની પ્રોફાઈલ તમે જોઈ શકશો. તમે નામ, બ્લડ ગ્રુપ, ફોટો જોઈ શકશો. તમે એમને રિક્વેસ્ટ મોકલો. જો તેઓ સ્વીકારે તો તેમનો ફોને નંબર પણ તમને મળશે.
નજીકના અજાણ્યા લોકો:
તમે હાલ જ્યાં ઉભા છો ત્યાં આસપાસ ફરતા લોકો કે જેઓ બ્લડ આપવા માટે પણ તૈયાર હોય છે તેમને શોધી શકશો. તમને માત્ર બ્લડ ગ્રુપ જ દેખાશે. તમે રિક્વેસ્ટ મોકલો, જો તેઓ સ્વીકાર કરે તો તેમની માહિતી તમને મળી જશે.
આમ છતાં પણ તમને બ્લડ ના મળે તો તમે તમારી જરૂરિયાત પોસ્ટ કરી શકો છો. તમારી નજીકના સ્થાનિક લોકોને નોટિફિકેશન જશે. તેઓ તમારી પોસ્ટ પણ જોઈ શકશે અને તમને કૉંટેક્ટ પણ કરી શકશે.
આ ઉપરાંત તમારે જો બ્લડ ડોનેટ કરવું હોય તો તમે નજીકના એવા વ્યક્તિ ને શોધી શકશો કે જેને બ્લડ ની જરૂર હોય. તમારે જો તમારા કોઈ ખાસ દિવસે કઇક સારું કામ કરવું હોય તો બ્લડ ડોનેશન માટે પોસ્ટ કરી શકો છો. તમારી નજીકમાં રહેતા લોકોને નોટિફિકેશન જશે.
તો આ એપ અવશ્ય ડાઉનલોડ કરીને જોજો. ગ્રેનસ સોશ્યિલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલ આ એપ નો ઉદેશ્ય દેશમાં સેફ્ટી અને ઇમર્જન્સી સિસ્ટમ મજબૂત બનાવવાનો છે.
આ એપ માં બ્લડ સિવાય માં પણ બીજા ઘણા ફીચર છે જેમકે વુમન સેફ્ટી, ચાઈલ્ડ સેફ્ટી, રોડ સેફ્ટી વગેરે
તમે તમારા વિસ્તારમાં રહેતા લોકો સાથે તમારા વિસ્તારની સલામતીને લગતી સમસ્યાઓ નું ડિસ્કશન પણ કરી શકશો.
તો ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકશો. ફ્રી છે. Grannus નામથી છે
આ મેસેજ વધુ લોકોને શેર કરો કે જેથી જરૂરિયાત ના સમયે કોકને કામ લાગે.
જય હિન્દ
મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ નો ઉપયોગ કરવા માટેના સૂચનો – ખાસ વાંચવા
જાહેર સ્થળો પર મહિલાઓની મદદ માટે 5 લાખ નીડર અને બહાદુર લોકો જોઈએ છે.