Click here to read in English             Click here to read in Hindi


*મહિલા સુરક્ષા માટે પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાનીમાં વિશ્વમાં સૌપ્રથમ વખત આપણા રાજ્યમાંથી શરૂ થયેલ ડિજિટલ વુમન સેફ્ટી ગ્રુપ અંગે*.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં.

અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ ડર ખતમ કરવાનો અમારો એક આ પ્રયાસ છે જેનું નામ છે ગ્રેનસ, જે આપની મદદ વિના અધૂરો છે ....

Grannus ઓર્ગેનાઇઝેશન ફોર વુમન સેફ્ટી, અમદાવાદ.

હાં...આજે લગભગ દરેક યુવક યુવતી સ્માર્ટ ફોન રાખે જ છેં ...તો આપના મોબાઇલ મા પ્લે સ્ટોર પર થી Grannus એપ ડાઉનલોડ કરી દો અને ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં સભ્ય બની જાવ.

કોઈ પણ યુવતી ગમે ત્યા એકલી જતી હોય અને જો કોઈ મુશ્કેલ પરિસ્થિતી અથવા અસુરક્ષા જેવું લાગે તો તરત ગ્રેનસ એપમાં એકજ ક્લિક કરવાથી એ યુવતી ની 500 મીટર નજીક મા જે પણ Grannus ના સભ્યો હશે એના ફોન મા એલાર્મ વાગશે ...અને યુવતી નું ચોક્કસ સ્થાન એના મેપ મા દેખાશે ..યુવતી કદાચ ભાગતી હોય અથવા તો રીક્ષા/ કાર/બસ માં હોય તો પણ દરેક મુવમેન્ટ Grannus ના સભ્ય ના ફોન મા લાઈવ દેખાશે કે તે કયા માર્ગેથી ક્યાં જઈ રહી છે.

આવું એલાર્મ ફકત Grannus સભ્ય ના ફોન મા જ નઈ ..પણ એની સાથે સાથે યુવતી ના પરિવાર ના સભ્યો ને પણ આ પરિસ્થિતિ ની જાણ થઈ જશે.

સાથે સાથે મહિલા હેલ્પલાઇન 181 પર ફોન પણ લાગી જશે.

*એ યુવતી જ્યાં સુધી SAFE બટન ક્લિક ના કરે ત્યાં સુધી તેની આસપાસ ના તમામ પ્રકારના વોઇસ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે કે જે પુરાવા તરીકે કામ લાગશે.*

તો આવો મિત્રો ..... જોડાવો આ એક નવી પહેલમાં ..... અને ડિઝિટલ મહિલા સુરક્ષા અભિયાનમાં મા સપોર્ટ કરો.

*મહિલા સુરક્ષા માટે માનસિક રીતે મજબૂત એવા 10 લાખ લોકો (મહિલાઓ અને પુરુષોને) ગ્રેનસ એપમાં સભ્ય બનવા વિનંતી કરીએ છે. જો આપણે બધા ગ્રેનસ ટેકનોલોજી થી મેપ ઉપર જોડાયેલ રહીશું તો મહિલાઓ માટે સુરક્ષિત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. આપણું લક્ષ્ય એક જ છે કે 181 કે 100 આવે તે પહેલાં કોઈ છોકરી સાથે કઈ ખોટું થતું અટકાવવું.*

*ગુજરાતના પ્રથમ મહિલા IPS ઓફિસર અને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP) રહી ચૂકેલા ખ્યાતનામ શ્રીમતી ગીથા જોહરી, ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપના પ્રેસિડન્ટ છે.*

રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા મળેલ છે.

Link. https://play.google.com/store/apps/details…

વધુ માહિતી માટે

અમદાવાદ અને ઉત્તર ગુજરાત ઝોન
ધર્મેન્દ્ર પઢીયાર: 9157847397.

અલ્પાબેન પટેલ (આણંદ): 9898688981

કવિતા શાહ 9376109720

કમલભાઇ વસિટા .9909156663

ધવલભાઈ ધૂલે . 9998881738

ઈમેઈલ: mygrannus@gmail.com

આભાર
જય હિંદ
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન

 

For  more information, read

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ કેવી રીતે કાર્ય કરે છે?

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ નો ઉપયોગ કરવા માટેના સૂચનો – ખાસ વાંચવા

 

શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?