સેવાકીય કાર્યો માટે જોડાયેલ વોલ્યુન્ટિયર – આ માહિતી વાંચી લેશો

1. ગ્રેનસ દ્વારા તમને જે કાર્ય માં રસ હોય તે જ કાર્ય માં જોડાઈ શકો છો. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે મનપસંદ કાર્ય પસંદ કરવાનું છે.

2. જો તમે ઇમર્જન્સી માં કોઈ મહિલાની સેફ્ટી માટે એપમાં જોડાયેલ હોય તો ધ્યાન રાખો કે જો કોઈ અજાણી છોકરી અમુક વિકૃત માણસોના કારણે પોતાને અસુરક્ષિત મેહસૂસ કરશે તો તે એપ દ્વારા SHOUT બટન ક્લિક કરશે. આ સમયે જો તમે તે છોકરીની 1000 મીટર નજીક માં જ હશો તો જ તમને મદદ માટે તમારી એપના ઇનબૉક્સ માં મેસેજ આવશે અને તમારા ફોન પણ વોઇસ મેસેજ પણ વાગશે.

3. જો તમે મિસિંગ પીપલ માટે જોડાયેલ હોય તો મિસિંગ પીપલ ના પેજ માં આવતી માહિતી જોતા રહેજો. અને તમારી આસપાસ શોધખોળ કરશો.

4. ફૂડ ડિસ્ટ્રીબ્યુશન : તમે તમારા મિત્રોની એક ટીમ બનાવો અને જયારે પણ ગ્રેનસ એપ પર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ટાસ્ક મુકવામાં આવે ત્યારે તેમાં ટીમ સહીત ભાગ લો. જો તમારા વિસ્તારમાં કોઈ ગ્રેનસ મેમ્બર ના હોય તો તમે જ લીડ કરો.

5. બ્લડ ડોનેશન : જયારે પણ કોઈ ગ્રેનસ મેમ્બર દ્વારા બ્લડ ડોનેશન ને લગતી રિકવેસ્ટ મુકવામાં આવે તો શક્ય હોય ત્યાં સુધી અવશ્ય મદદ કરો, નહીં તો તમારા કોઈ મિત્રો ને ફોન કરી તેમને પર્સનલ રિકવેસ્ટ કરો. (માત્ર વોટ્સએપ ફોરવર્ડ ઉપયોગી નથી)

6. શિક્ષણ: તમે તમારા મિત્રોની એક ટીમ બનાવો અને જયારે પણ ગ્રેનસ એપ પર શિક્ષણ સબંધિત ટાસ્ક મુકવામાં આવે ત્યારે તેમાં ટીમ સહીત ભાગ લો. જો તમારા વિસ્તારમાં કોઈ ગ્રેનસ મેમ્બર ના હોય તો તમે જ લીડ કરો.

7. મહિલા સુરક્ષા શપથ અભિયાન: તમારા વિસ્તારમાં શાળા-કોલેજો, બોય્સ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, સોસાયટી, ઓફિસ વગેરે સ્થળોએ જાવ અને ત્યાંના સંચાલકને ગ્રેનસ એપ ના મહિલા સુરક્ષા ઉપયોગ વિષે જાણકારી આપો. અને તેમની મદદ લઇ 10 થી 20 મિનિટ નો એક નાનો સેમિનાર આયોજન કરો. તેમના નોટિસ બોર્ડ પર ગ્રેનસ નો લેટર લગાવવા અનુરોધ કરો.

8. ડોમેસ્ટિક વાયોલન્સ: ખાસ નોંધ કે ઇમર્જન્સી માં જાહેર સ્થળોએ જ મહિલાને ત્વરિત મદદ આપી શારીરિક છેડતી જેવી ઘટનાઓને રોકવા માટે જ ગ્રેનસ એપ પર વોલ્યુન્ટિયર જોડવામાં આવે છે. જો કોઈ મહિલાને ઘરેલુ હિંસા સબંધિત કોઈ ફરિયાદ હોય તો ગ્રેનસ ના મહિલા કાઉન્સિલર દ્વારા નિઃશુલ્ક સલાહ સૂચન આપવામાં આવશે.અને માત્ર એક મહિલા જ મહિલા સાથે વાત કરશે. કોઈ પણ પુરુષ હોદેદાર આ કાર્ય માં જોડાઈ શકશે નહી. આ માટે જે તે મહિલા એ હોમ પેજ પરથી વુમન સેફ્ટી એડવાઇઝ માટેનું ફોર્મ ભરીને મોકલવાનું રહેશે.