Click here to read in English                    Click here to read in Hindi


ગ્રેનસ ઓર્ગેનાઈઝેશન ના વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થવા બાદલ તમારો આભાર.

પરંતુ દરેક ગ્રુપ મેમ્બરે વુમન સેફ્ટી ના ફીચર નો ઉપયોગ કરતા પહેલા નીચે આપેલા સુચનોનું પાલન કરવું પડશે

મહિલાઓ માટે સૂચના:
1. ગ્રેનસ પ્લેટફોર્મ ફક્ત સલામતી ને લગતી ઇમરજન્સી માં નજીકના લોકો પાસે મદદ માંગવા માટે છે. જો તમને ભય જેવું ના લાગતું હોય તો ગ્રેનસ એપમાં હેલ્પ એકટીવેટ કરવી નહિ. જો કોઈ એપ નો ખોટો ઉપયોગ કરતા જણાશે તો તેમને બેન કરવામાં આવશે.

2. ફક્ત મહિલા જ ગ્રેનસ એપથી હેલ્પ એકટીવેટ કરી શકે છે.

3. એકવાર તમે હેલ્પ એકટીવેટ કર્યા પછી, યાદ રાખો કે નજીકના કોઈપણ 5 ગ્રેનસ ગ્રુપના સભ્યોને તમારા લાઈવ લોકેશન સાથેનો મેસેજ જશે. તેઓ 12 કલાક સુધી અથવા તો તમે I am safe બટન પર ક્લિક ન કરો ત્યાં સુધી ગ્રેનસ ના નકશા પર તમારી રીઅલ ટાઇમ મુવમેન્ટ જોઈ શકશે. તેથી I am safe બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.

4. એકવાર તમે હેલ્પ એકટીવેટ કર્યા પછી તમારા ઇમરજન્સી કોન્ટેક્ટને પણ આવોજ મેસેજ જશે. તેથી ઇમરજન્સી કોન્ટેક્ટને હંમેશા અપડેટ રાખો. તમે તમારા ખાસ મિત્રો અને કુટુંબના સભ્યોને તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરી શકો છો.

5. એકવાર તમે મદદ બટન એકટીવેટ કરી લો તે પછી, એવું બની શકે કે કોઈએ તમારું લોકેશન પોલીસ અધિકારીને મોકલ્યું હોય અને બની શકે છે કે નજીકના લોકો આવે તે પહેલા પોલીસ આવી શકે છે. તેથી કૃપા કરીને એપ્લિકેશનનો દુરુપયોગ કરશો નહીં.

6. એક વાર આ ફીચર ટેસ્ટ કરીને જોઈ લો: આ માટે એપમાં ફોનબુક ઓપશન માં જઈ કોઈ એક મિત્રને મેસેજ મોકલી દો. 

7. ઇમર્જન્સી એકટીવેટ કાર્ય બાદ GPS ઓફ ના કરશો

8. ખાસ યાદ રાખો એકવાર તમે સુરક્ષા સલામતી માટે, હેલ્પ એકટીવેટ કરી છે તો તે પછી, ગ્રેનસ એપ્લિકેશન તમારી સુરક્ષા માટે આસપાસના તમામ વૉઇસ રેકોર્ડ કરશે.

9. જો તમે માત્ર તમારા કુટુંબ / મિત્રોને જ ઇમરજન્સી મેસેજ મોકલવા માગતા હોવ તો, માત્ર "પર્સનલ સેફ્ટી" બટન પર ક્લિક કરો અને તેને એકટીવેટ કરો. અન્ય કોઈ લોકોને મેસેજ નહિ જાય.

ગ્રેનસ ગ્રુપના અન્ય સભ્યો કે જેઓ મદદ કરવા માંગે છે તેમના માટે સૂચના

1. ગ્રેનસ ગ્રૂપમા જોઈન થઈને મહિલાઓને મદદ કરવાની તમારી ભાવના માટે સન્માન. પરંતુ તમે આમ કરવા માટે બંધાયેલા નથી. જો તમને હેલ્પ માટે મેસેજ આવે અને તમે ના જઈ શકો તેમ હોય તો "Feeling Sorry" પર ક્લિક કરજો. અમે આ મેસેજ નજીકના અન્ય મેમ્બરને ટ્રાન્સફર કરી દઈશું

2. તમે તમારી પોતાની સમજશક્તિ થી મદદ કરો.

3. જો તમે મદદ માટે કોઈ મહિલાની વિનંતી સ્વીકારી અને મદદ કરવા માંગો છો, તો તમારો નિર્ણય પ્રશંસનીય છે અને તેની પ્રશંસા થશે. જો કે મદદ પૂરી પાડતી વખતે નીચે આપેલા મુદ્દાને ધ્યાન આપો.

 A: મહિલા હેલ્પલાઇન ટીમ 181 ને મહિલાના મેસેજ તથા લોકેશન અંગે જાણ કરો અને તેમને એ પણ જાણ કરો કે તમે તે સ્થળ પર જઈ રહ્યાં છો.
B: નજીકના અન્ય લોકોને પણ જાણ કરો અને તેમની મદદથી જ લોકેશન પર જાઓ.
C: એક નાગરિક તરીકે આપણું કામ માત્ર એક મહિલાને મદદ કરીને તેમને સેફ ફીલ કરાવવાનું છે. કોઈ અપરાધી સાથે શું કરવું અથવા કેવી રીતે પકડવો તે મહિલા હેલ્પલાઇન ટીમ ની જવાબદારી છે. જો કે સારા નાગરિક તરીકે, જો તમને લાગે કે તમે પોલીસ અધિકારીઓને ગુનેગારને શોધવા માટે મદદ કરી શકો છો તો તમારે તેમ કરવું જ જોઈએ

4. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે આપણી પાસે અમુક સામાન્ય સમજ હોવી જરૂરી છે. કોર્ટ દ્વારા નક્કી કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ દોષિત નથી. જો કોઈ પણ લોકોને ગુનેગાર સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકની જાણ અમને થશે તો તેમને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવશે। ગ્રેનસ ફક્ત કોઈ મહિલાને જોખમમાંથી બહાર કાઢવા માટે મદદ કરવા માટે સમાજ ના લોકોને એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આપણી પાસે અન્ય કોઈ સત્તા નથી. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખોટી કાર્યવાહી માટે તમે જ જવાબદાર રહેશો. અને ઉપર બતાવ્યું તે પ્રમાણે મહિલા સુરક્ષા હેલ્પલાઇન 181 ની સંમતિ લઈને જ લોકેશન પર જાઓ.
5. જો તમને તે જગ્યા તમારા માટે માટે જોખમી લાગે તો ત્યાં જશો નહિ અને મહિલા હેલ્પલાઇન ટીમ આવવાની રાહ જોજો

જેમ અગાઉ કહ્યું છે તે ફરી કહી રહ્યા છીએ, આ એક સામાન્ય ફીચર જ છે. કોઈ મહિલા જયારે બુમ પાડીને નજીકના લોકોને મદદ માટે બલાવે ત્યારે જે અનુભવ થાય તેવો જ અનુભવ આ એપ થી ક્લિક કરીને લોકોને બોલાવવામાં પણ થઇ શકે છે, તો તમારી સમજશક્તિના સારા સ્તર પ્રમાણે આ એપનો ઉપયોગ કરો. ગ્રેનસ ટીમ માટે કોઈપણ પરિણામ માટે જવાબદાર નથી.

જો આ એપ્લિકેશનનો ઉપયોગ સામાજિક રીતે અને સારી રીતે કરવામાં આવશે, તો જાહેર સ્થળો ને મહિલાઓ માટે ભયમુક્ત બનાવી શકાય તેમ છે.

જય હિન્દ

To download app click here

વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચો

જાહેર સ્થળો પર મહિલાઓની મદદ માટે 5 લાખ નીડર અને બહાદુર લોકો જોઈએ છે.

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ કેવી રીતે કાર્ય કરે છે?

ગ્રેનસ એપ થી રક્તદાતા કેવી રીતે શોઘી શકાય?