ગ્રેનસ એપમાં નવા જોડાયેલ લોકો નીચે સૌથી અગત્યના પોઇન્ટ વાંચી લેશો

1. ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન વિષે વધુ જાણકારી માટે એપના હોમ પેજ પર સૌથી ઉપર “KNOW ABOUT GRANNUS” પર ક્લિક કરો.

2. ગ્રેનસ એપ નો વધુ સરળ રીતે સમજવા માટે ગુજરાતી ભાષા માં એપ નો ઉપયોગ કરો. એપમાંથી SETTING ના પેજ દ્વારા ભાષા બદલી શકાશે.

3. જો તમારી પાસે રેફરલ કોડ હોય તો તમારી એપ માં “Social Score” ના પેજ માં એડ કરજો. આમ કરવાથી જે લોકોએ તમને જોડ્યા હશે તેમની પ્રોફાઈલમાં “VOLUNTEER ADDEDD BY ME” માં તમારું નામ દેખાશે.

4. વુમન સેફ્ટી ઉપયોગની સંપૂર્ણ સમજ માટે હોમ પેજ પર WOMEN SAFETY ની બાજુમાં લખેલા “QUICK LEARN” પર ક્લિક કરો.

5. મિસિંગ પીપલ ઉપયોગની સંપૂર્ણ સમજ માટે “MISSING” પેજ ઓપન કરો અને તેમાં લખેલી માહિતી નો અભ્યાસ કરો.

6. ડિજિટલ અભિયાન માં જોડાવવા માટે “Join Campaign” પર ક્લિક કરો. દરેક લોકોએ આમાં જોડાવવા અને લોકજાગૃતિમાં સહયોગ આપવા અનુરોધ છે. દર 24 કલાકે નવી ઇમેજ બનશે.

7. તમે તમારા પોતાના વિચાર ઉપર તમારા નામ અને ફોટા સાથે ઇમેજ બનાવી શકો છો. આ માટે હોમ પેજ પરથી જોઈન કેમપેઇન પર ક્લિક કરી PERSONALIZED THOUGHT પર ક્લીક કરો.

8. ગ્રેનસ એપ માં સોસીયલ ના પેજ માં અલગ અલગ પ્રકારની ટાસ્ક આપવામાં આવશે. જેમકે કે ફૂડ ડોનેશન, શિક્ષણ, સ્વતચ્છતા, પર્યાવરણ વગેરે. તમને જેમાં રસ હોય તેમાં જોડાશો અને તમારા વિસ્તારમાં તમારે એ ટાસ્ક કરવાની રહેશે.

9. Social પેજ માત્ર ગ્રેનસ મેમ્બર માટે છે. જો તમે ગ્રેનસ ના મેમ્બર બન્યા હોય તો તમારા સામાજિક કાર્યો, મિટિંગ ના આયોજનો, વોલ્યુન્ટિયરની મદદની જરૂરિયાત વગેરે અંગે ગ્રેનસ એપ પર પોસ્ટ મુકશો. તમારી એક્ટિવિટી ની દરેક પોસ્ટ એપના ડિજિટલ ડાયરી માં કાયમ માટે સ્ટોર રહેશે અને ભવિષ્યમાં તમે ગમે તે સમયે જોઈ પણ શકશો. આ એક રીતે તમારી લાઈફ ની સારા કાર્યોની ડાયરી છે. પોસ્ટ મુકવા માટે તમારી પ્રોફાઈલ માં [ ? ] પર ક્લિક કરી વધુ માહિતી વાંચી લેશો.

10: એપમાં હોમ પેજ પર નીચે TRENDING નામના પેજ પર ક્લિક કરી તેમાં સૌથી નીચે વોટ્સએપ ગ્રુપની અને ફેસબુક ગ્રુપની લિંક આપેલ છે. તેમાં જોડાઈ જશો.

11. આ એપ બધા માટે ફ્રી છે કે જેથી આર્થિક રીતે સક્ષમ ના હોય તે લોકો પણ એપ ને ઉપયોગ માં લઇ શકે. પણ જો તમે સક્ષમ હોવ તો 300 રૂ ભરી પ્રાઈમરી મેમ્બર બનવા અનુરોધ છે. તમને મેમ્બરશિપ કાર્ડ મળશે, તમારા કાર્યોના આધારે સર્ટીફીકેટ બનશે અને સોસીયલ પેજના રાઇટ્સ મળશે. તમારું નેટવર્ક પણ મોટું થશે અને જેનાથી ગુજરાતભરમાં એકબીજા મેમ્બર નો સહયોગ મળશે. અને સાથે સાથે ગ્રેનસ ને આ ફીસ સંચાલન અને પ્રચાર પ્રસાર માં ઉપયોગી થશે.

વધુ માહિતી માટે એપના હોમ પેજ પર “LATEST NEWS & UPDATES” ખોલીને વાંચતા રેહજો.