અત્યારે જયારે સમાજમાં મહિલાઓ સાથે ના દુષ્કર્મો ના પ્રમાણો વધતા જાય છે ત્યારે ટેક્નોલોજી ની મદદથી અમુક સંસ્થાઓ દ્વારા ઘણા પ્રકારની મોબાઈલ એપ બનાવામાં આવી છે કે જેના દ્વારા જે તે મહિલા પોતાના પરિવારના સભ્યોને ઇમર્જન્સી અંગે જાણ કરી શકે. પરંતુ આ એપ ના માઇનસ પોઇન્ટ એ છે કે, જે  તે મહિલાને ત્વરિત તો મદદ મળવી મુશ્કિલ છે. અગર કોઈ મહિલા પોતાના સ્વજનોને જાણ પણ કરી દેશે તો પણ જરૂરી નથી કે તે સ્વજન તે સમયે મહિલાની નજીકમાં જ હોય.

અગર કોઈ મહિલા જો બુમ પાડી શકે તેમ હોય તો બુમ સાંભળીને લોકો મદદ માટે જશે જ પણ જો તે એવી જગ્યાએ છે કે જ્યાંથી બુમ પણ પાડી શકાય તેમ નથી તો?

તો આ સમસ્યાના સમાધાન તરીકે ગ્રેનસ  ઓર્ગેનાઈઝેશન ફોર સેફટી એન્ડ ઇમરજન્સી, અમદાવાદ  દ્વારા એક નવીન પ્રકારનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે કે જેમાં સમાજના લોકોને જ હવે એક માધ્યમ મળશે જેની મદદ થી તેઓ માનસિક વિકૃત લોકોથી  સમાજની મહિલાઓની મદદ કરી શકશે અને આ દુષણને ગુજરાતમાંથી દૂર કરી શકાશે.

આ અંગે વધુ વાત કરતા ગ્રેનસ ટીમના સીઈઓ એ જણાવ્યું કે, આજે જયારે સમાજમાં કોઈ દુઃખદ ઘટના બને છે ત્યારે લોકો ભેગા મળીને તેનો વિરોધ કરે છે અને સરકાર પર પણ નિયમો કડક કરવા દબાણ કરે છે. તો સમાજના લોકોને આ દુષણને દૂર કરવા માટે એક થતા જોઈ અમને એટલું તો હતું જ કે લોકોનો પણ સાથ મળી જાય તો આ બીમારી દૂર કરવી આસાન થઇ શકે તેમ છે. તો આ માટે અમને એક વિચાર આવ્યો કે સમાજની મહિલાઓને તથા દીકરીઓને ને જ એવા લોકો સાથે ટેક્નોલોજી ની મદદથી જોડવી કે જેઓ માનસિક વિકૃત લોકોથી મહિલાઓની મદદ કરવાની ભાવના રાખતા હોય.

તો હવે ચેલેન્જ એ હતી કે લોકોને કેવી રીતે આ માટે કનેક્ટ કરવા.  તો આ માટે ભારતમાં સૌપ્રથમ એક DGLSI-RTPP ટેક્નોલોજી મોડલ (app) ડેવલપ  કરવામાં આવ્યું કે જેનો મુખ્ય ઉદેશ્ય સ્વાસ્થ્ય અને સલામતી માટે લોકોને એકબીજાની મદદ કરવા માટે પ્લેટફોર્મ આપવાનો છે.  આ એપ  હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર GRANNUS નામથી ફ્રીમાં ઉપલબ્ધ છે.

મહિલાઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકશે?

આ એપ થી  અગર કોઈ મહિલા માનસિક રીતે વિકૃત માણસના કારણે પોતાને અસુરક્ષિત મેહસૂસ કરશે તો તે ગ્રેનસ એપ થી હેલ્પ માટે ક્લિક કરશે તો તેની આસપાસ ના કોઈ પણ 5 થી 10 લોકો, કે જેઓ મદદ કરવાની ભાવના રાખે છે, તેમેને તે મહિલાના લોકેશન સાથેનો ઇમર્જન્સી મેસેજ જતો રહશે. આ ક્લિક થયા બાદ તુરંત જ તે મહિલાના ફોન પરથી 181 નંબર પર કોલ પણ લાગી જશે અને સાથે સાથે તે મહિલાના પરિવારજનોને પણ જાણ થઇ જશે. આમ ક્લિક કર્યા પછી એ મહિલા ક્યાં ક્યાં જઈ રહી છે તે પણ તે લોકો 12 કલાક સુધી અથવા તો તે મહિલા જ્યાં સુધી I AM SAFE  બટન પર ક્લિક ના કરે ત્યાં સુધી દેખાશે.

લોકો કેવી રીતે મદદ કરી શકશે?

જે લોકોને મેસેજ આવશે તે લોકોએ 181 પર જાણ કરી અને આસપાસ ના અન્ય લોકોની સહાય થી લોકેશન પર જઈ તે મહિલાની મદદ કરવાની રહશે કે કે જેથી જ્યાં સુધી 181 આવે ત્યાં સુધી કઈ ખોટું થતું રોકી શકાય.

 

આ પ્રોજેક્ટ વિષે વધુ વાત કરતા, ગ્રેનસ ના સીઇઓએ જણાવ્યું કે આ એપ નો એક ફાયદો એ છે કે મહિલાનું લોકેશન 12 કલાક સુધી મેપ પર લાઈવ રહશે તો તેનાથી મહિલા સુરક્ષા ટિમ ને પાક્કું લોકેશન આપી શકાશે. આ પ્રોજેક્ટ ની સફળતા ત્યારે જ થઇ શકે જયારે સમાજના લોકો પણ આમાં સહયોગ આપે. તેમના જણાવ્યા પ્રમાણે આ એપ ને એવા લોકોની જરૂર છે કે, જેઓ નીડર હોય, બહાદુર હોય તથા માનસિક રીતે મજબૂત હોય. અમે ઇચ્છીએ છીએ કે એક બહેન પોતાના ભાઈને, એક દીકરી પોતાના પિતાને, એક માં પોતાના દીકરાને અને કોલેજની ગ્રુપની છોકરીઓ પોતાના ગ્રુપના છોકરાઓને આ પ્લૅટફૉર્મ સાથે જોડે. આ ઉપરાંત અગર કોઈ એનજીઓ ને પણ જોડાવું હોય તો તેમને પણ અમે આ પ્લેટફોર્મ તેમના ઉપયોગમાં માટે આપીશું.

ગ્રેનસ ગ્રુપમાં જેને જોડાવું હોય તેઓ ગ્રેનસ એપ થી જોડાઈ શકશે. આ માટે તેમને ગૂગલ પ્લે સ્ટોર પર થી  ગ્રેનસ  એપ ડોઉનલોડ કરવી પડશે.  એપ ડોઉનલોડ થઇ ગયા બાદ, સોપ્રથમ એપ માં ઉપર ખૂણામાં SOCIAL PROFILE પર ક્લીક કરી EDIT SOCIAL RESPONSIBILITY માં જવાનું રહશે. તે પછી ત્રીજા નંબરનો વિકલ્પ  “DO YOU WILLING TO TAKE OATH TO RESPECT WOMAN AND HELP WOMAN IN DISTRESS”  પર ક્લીક કરી તેને ઓન કરવાનું રહશે.   આમ થઇ ગયા બાદ, અગર તેમની નજીકમાં કોઈ મહિલા હેલ્પ બટન પર ક્લિક કરશે તો તે લોકોને લોકેશન સાથેનો મેસેજ આવશે. જો તે બટન ઑફ હશે તો મેસેજ નહિ આવે.

આજે જયારે મહિલા સુરક્ષા માટે ઘણા બધા પ્રકારની ટેક્નોલોજી ડેવેલોપ થઇ રહી છે ત્યારે ગ્રેનસ  દ્વારા સૌપ્રથમવાર, સમાજના લોકોને પણ આ મુદ્દા સાથે ઇન્ટિગ્રેટ કરીને જે ટેક્નોલોજી બનાવી છે તે સમાજમાંથી ચોક્કસપણે આ દુષણને ઓછું કરવા મદદરૂપ થઇ શકે તેમ છે. 

 

ડિજીટલાઈઝેશન દવારા સલામતી વ્યવસ્થા ને મજબૂત કરવા કાર્યરત ગ્રેનસને શુભેચ્છા: ઉપ મુખ્યમંત્રીશ્રી નિતીન ભાઈ પટેલ

 

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ કેવી રીતે કાર્ય કરે છે?