રાજ્યની સલામતી વ્યવસ્થા ને ડિજીટલાઈઝેશન દવારા મજબૂત કરવા કાર્યરત નડિયાદ ના ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા: શ્રી નિતીન ભાઈ પટેલ, માનનીય ઉપ મુખ્યમંત્રીશ્રી ગુજરાત

ડિજિટલાઇઝેશન દ્વારા ભારત માં સૌપ્રથમ વખત, અતિઆધુનિક લોકેશન આધારિત સોશ્યિલ ઇન્ટિગ્રેશન ની મદદથી સલામતીને સંબધિત સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કાર્ય કરતા ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના ફાઉન્ડરે રાજ્યના માનનીય ઉપ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત કરી.

ગ્રેનસ માટે ગર્વ ની વાત છે કે ઉપમુખ્યમંત્રીશ્રી સાહેબે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની પ્રશંશા કરી અને પ્રેરણાતમ્ક સંદેશ મોકલ્યો છે.

nitin-patel-women-safety

 

 

 

શ્રી નીતિન પટેલ સાહેબના જણાવ્યા પ્રમાણે ડિજિટલ ટેક્નોલોજી થી સમાજના સામાજિક પ્રશ્ર્નો નું નિરાકરણ લાવી શકાય તેમ છે. ગ્રેનસ ટીમ પણ એ જ ઉદેશ્ય થી કામ કરે છે. ગુજરાત સરકાર પણ રાજ્યમાં સોસીયલ સ્ટાર્ટઅપ ને ખુબ સારો સપોર્ટ કરી રહી છે. દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ દ્વારા પણ ડિજિટલ ટેક્નોલોજી ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે જોતા આગામી દિવસોમાં સંસ્થાની ગ્રેનસ મોબાઈલ એપ સમાજમાં સલામતીને લગતા ઘણા પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે એક અગ્રેસર ટેક્નોલોજી પ્લેટફોર્મ બની શકે તેમ છે.

આ ટેક્નોલોજી હાલમાં GRANNUS એપના નામે ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને રાજ્યના ઘણા બધા વિસ્તારમાં થી લોકો ગ્રેનસ સાથે જોડાઈને ઘણો સારો સપોર્ટ આપી રહ્યા છે.

પરંતુ હવે સૌથી મોટી ચેલેન્જ એ છે કે રાજ્યના વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવી કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે. જો આ ચેલેન્જ માં સફળતા મળે તો તો આવનારા ભવિષ્યમાં આ ટેક્નોલોજી (DGBSAI RTPP/SRPP) સલામતીના ક્ષેત્રમાં સામાજિક ક્રાંતિ લાવી શકે તેમ છે.

અમે દરેક લોકોને આગ્રહ કરીએ છીએ કે આ ટેક્નોલોજી પ્લેટફોર્મ સાથે GRANNUS એપ થી જોડાય અને અન્યોને પણ જોડે.

ગ્રેનસ ગ્રુપમાં જોઈન થવાના અમુક ફાયદા.

1. જ્યારે તમારી આસપાસ કોઈ મહિલા પોતાને અસુરક્ષિત મહેસુસ કરતી હસે તો તમને એપમાં મેસેજ આવશે અને એજ રીતે જો તમે એક મહિલા છો તો હેલ્પ માંગી પણ શકશો. (માત્ર ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોડાયેલા લોકોને જ મેસેજ આવશે)

2. જો અચાનક તમારુ બાળક ભીડભાડ વાળા વિસ્તાર જેમકે શોપિંગ મોલમાં ખોવાઈ જાય, તો ગ્રેનસ એપમાં હેલ્પ ટ્રિગર કરો. ત્યાં આસપાસ ઉભેલા ગ્રેનસ ગ્રુપના બધાજ લોકોને તે બાળકનો ફોટો અને તમારી રિકવેટ મળી જશે.

3. જો રક્તદાતા ની જરૂર પડે તો હોસ્પિટલની નજીક રહેતા લોકોને રિકવેસ્ટ મોકલી શકાશે.

4. તમારા વિસ્તારમાં ઉભા થયેલા ઇમર્જનસી એલર્ટ અંગે તમને માહિતી મળશે.

તો ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના ગ્રેનસ ગ્રુપમાં જોઈન થવાના ઘણા ફાયદા મળશે.

આ મેસેજ અન્ય લોકોને શેર કરવા વિનંતી.

જય હિન્દ
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ફોર સેફ્ટી એન્ડ ઇમર્જન્સી