ગ્રેનસ એપમાં સોસીયલ સ્કોર રીતે વધારશો

ગ્રેનસ સાથે જોડાયેલ દરેક વોલ્યુન્ટિયર અને એનજીઓને તેઓ દ્વારા થતા કાર્યો ની નોંધ રાખવા માટે ડિજિટલ ડાયરી સિસ્ટમ છે અને નિયમિત રીતે સારું કાર્ય કરી રહેલ વોલ્યુનીતયર અને એનજીઓ ના કાર્યોની નોંધ લેવાય તે માટે સોસીયલ સ્કોર સિસ્ટમ છે.

આ સોસીયલ સ્કોર કેવી રીતે વધે છે

1. સામાજિક કાર્ય એપ માં પોસ્ટ કરો છો તો તેના 2 પોઇન્ટ વધશે
2. તે સામાજિક કાર્ય ની પોસ્ટ પર તમને ગ્રેનસ ના વોલ્યુન્ટિયર વોટ કરે તો 1 વોટ ના 10 પોઇન્ટ વધે છે. દાખલ તરીકે 100 વોટ મળે તો 1000 પોઇન્ટ થશે.
3. વુમન સેફ્ટી પ્લેજ લેશો અને સર્ટિફિકેટ તમારા બધા મિત્રોને શેર કરો તો 50 પોઇન્ટ વધશે (વધુ માં વધુ 50 પોઇન્ટ)
4. થોટ ઓફ ધ ડે દરરોજ તમારા બધા મિત્રોને શેર કરો તો દરરોજના 5 પોઇન્ટ એડ થશે
5. ગ્રેનસ ના ટાસ્ક કર્યા બાદ તમે રિપોર્ટ સબમિટ કરશો. અને તે રિપોર્ટ અપ્રુવ થયા બાદ 50 પોઇન્ટ એડ થશે. (રિપોર્ટ સબમિટ કરવા માટે મેમ્બર ઝોન માં જવાનું)
6. ગ્રેનસ સાથે જોડાતા નવા વોલ્યુન્ટિયરને પ્રોત્સાહિત કરવા માટે ફોલો કરવા બદલ 5 પોઇન્ટ (વધુમાં વધુ 5000 પોઇન્ટ)

- આમ સૌથી વધુ પોઇન્ટ સામાજિક કાર્ય ની પોસ્ટ માં વોટ મળવા બદલ વધશે. તમારું કાર્ય જેટલું સારું હશે એટલા તમને વધુ લોકો વોટ કરશે અને તમારો સ્કોર સતત વધતો જશે.

- સારું કાર્ય કરી રહેલ અન્ય વોલ્યુન્ટિયરને તમે વોટ કરશો તો તેઓ પણ તમને વોટ કરશે.

- અન્ય વોલ્યુન્ટિયર ને ફોલો કરવાથી તમારો સ્કોર 10 દિવસમાં આશરે 5000 જેટલો વધી શકે છે અને તમારા ફોલોવર પણ વધશે.

- સોસીયલ સ્કોર 20000 થી વધુ થશે તેમની સોસીયલ વર્ક પ્રોફાઈલ માં નીચે પ્રમાણે નોંધ ઓટોમેટિક આવી જશે
"સોસીયલ સ્કોર 20000 થી વધુ છે અને ગ્રેનસ તેઓને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માં સારા પદ માટે અને એમના એનજીઓના ફન્ડીંગ માટે ભલામણ કરે છે"

સોસીયલ સ્કોર ચેક કરવા શું કરવું?

એપ ખોલો
મેનુ માં જાઓ
સોસીયલ સ્કોર પર ક્લિક કરો

અહીં તમને કઈ કેટેગરી માં કેટલો સ્કોર છે તે દેખાશે.

નોંધ:
- ગ્રેનસ એપમાં તમે જે એક્ટિવિટી મુકો છો એ ડિજિટલ ડાયરી ના રૂપ માં સેવ થાય છે જેના ફાયદા એ છે કે કોઈ પણ સમયે કોઈ પણ સ્થેળથી તમે અથવા અન્ય કોઈ પણ લોકો એ જોઈ શકે છે કે કયા દિવસે તમે ક્યુ સામાજિક કાર્ય કર્યું હતું અને તમને કેટલા લોકોએ વોટ કર્યા હતા. તમારી નિવૃત્તિ પછી પણ તમે આ ડાયરી દ્વારા તમારા દ્વારા થયેલ કાર્યો અંગે જાણી શકો છો.

- સોસિયલ સ્કોર વધારવા માટે જેઓ ખોટી અને બિનજરૂરી પોસ્ટ એક્ટિવિટી સેક્શન માં મુકશે એમના પોઇન્ટ માઇન્સ થઇ જશે અને પોસ્ટ ડીલીટ થઇ જશે. સતત એમ કરનાર નું પ્રોફાઈલ લોક પણ થઇ જશે.

- 20 સપ્તેમ્બેર બાદ દરેક વોલ્યુન્ટિયર એક્ટિવિટી એડ કરી શકશે

જાહેર સ્થળો પર મહિલાઓની સેફ્ટી માટે વોલ્યુન્ટિયર જોઈએ છે. માત્ર એપ થી જોડાયેલ રહેવાનું છે