વૈશ્વિક મહામારી કોરોના નો કહેર લગભગ સમગ્ર વિશ્વમાં પ્રસરાતા જનજીવન ભયભીત માહોલ મા વિતાવી રહ્યા છે. ત્યારે લોકો કોઈ ક ને કોઈ ક રીતે ઘરેળુ ઉપચાર કરીને કે કોરોના ના વાયરસ થી બચવા શક્ય હોય તેટલા ઉપાય કરી અને મહામારી થી સુરક્ષા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે લોકો નું આરોગ્ય જળવાઈ રહે અને કારોના સામે રક્ષણ મેળવી રહે તે માટે નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ. આણંદ તેમજ ગ્રેનસ ના સંયુક્ત ઉપક્રમે અંકલાવ તાલુકા લાલપુરા મુકામે વિનુભાઈ રોહિત દ્વારા આપવામાં આવેલ માસ્ક ગામના મહિલા સરપંચ નિમિશાબેન ના હસ્તે સમગ્ર ગામમાં માસ્ક નું વિતરણ કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

આમ પ્રજાજનો ના આરોગ્ય ને ધ્યાનમા લઈ માસ્ક નું વિતરણ કરવામાં બદલ નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ.આણંદ તથા ગ્રેનસ ના વિનુભાઈ રોહિત તથા ગામના મહિલા સરપંચચ શ્રીમતી નિમિશાબેન નો ખુબ ખુબ આભાર