Skip to main content
GSS CIVIC WATCH
CIVIC WATCH BY CITIZEN

તમારા વિસ્તારની સુરક્ષાનું
નાગરિક અવલોકન

ગુજરાતનો દરેક જાહેર સ્થળ અને નાગરિક સુરક્ષિત રહે — આ GSS નું સ્પષ્ટ લક્ષ્ય છે.

એક જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારની જાહેર સુરક્ષા, મહિલા સુરક્ષા, રોડ સેફ્ટી અને નાગરિક સમસ્યાઓ સંબંધિત અવલોકનો અહીં શેર કરો.
તમારું અવલોકન GSS Civic Watch ડેટાનો ભાગ બનશે.

તમારું Observation શા માટે મહત્વપૂર્ણ છે?

અલગ-અલગ વિસ્તારોમાંથી મળતા નાગરિક અવલોકનો દ્વારા સ્થાનિક સુરક્ષા અને નાગરિક સમસ્યાઓ અંગે વધુ વ્યવસ્થિત અને ઉપયોગી માહિતી તૈયાર કરી શકાય છે.

01

Safety Record & Civic Data

તમારા વિસ્તારનો સચોટ ડેટા એકત્રિત કરીને કયા વિસ્તારમાં કેવા પ્રકારના જોખમો છે તેનો એક વ્યવસ્થિત ‘સેફ્ટી રેકોર્ડ’ તૈયાર કરવો, જેથી ડેટા-ડ્રિવન પિક્ચર (Data-Driven Picture) સ્પષ્ટ થઈ શકે.

02

Awareness & Civic Action

આ ડેટા અને ઓબ્સર્વેશન નો ઉપયોગ કરીને ભવિષ્યમાં GSS Members, GSS Local Action Groups અથવા Partner NGOs દ્વારા સોસાયટી અને સ્થાનિક સ્તરે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવી શકાય અને જરૂર પ્રમાણે સબંધિત તંત્ર સમક્ષ રજુઆત કરી શકાય

તમે કયા પ્રકારના અવલોકનો મોકલી શકો?

તમારા વિસ્તાર અથવા જાહેર સ્થળે નીચેના પ્રકારની પરિસ્થિતિ ધ્યાનમાં આવે તો GSS સાથે શેર કરી શકો છો.

01 🛡️

જાહેર સ્થળોની સુરક્ષા

અંધારા અથવા અસુરક્ષિત સ્થળો, ખુલ્લા વીજ વાયર, જોખમી બાંધકામ, ખુલ્લી ગટર અથવા અન્ય Public Safety Hazard.

02 ♀

મહિલા અને બાળ સુરક્ષા

મહિલા અથવા બાળકો માટે અસુરક્ષિત જણાતા જાહેર સ્થળો, અંધારા વિસ્તારો અથવા અન્ય Safety Concern.

03 🚦

રોડ અને ટ્રાફિક સુરક્ષા

જોખમી રસ્તા, મોટા ખાડા, ટ્રાફિક સંબંધિત જોખમ અથવા અકસ્માત સર્જી શકે તેવી પરિસ્થિતિ.

04 🏙️

નાગરિક અને સ્થાનિક સમસ્યાઓ

સ્વચ્છતા, જાહેર સુવિધા, પર્યાવરણ અથવા સ્થાનિક સ્તરે નાગરિક જીવનને અસર કરતી અન્ય સમસ્યાઓ.

i

આ સત્તાવાર ફરિયાદ વ્યવસ્થા નથી

આ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી માહિતી Community Observation તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. GSS કોઈ સરકારી તંત્ર, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ફરિયાદ નિવારણ એજન્સી નથી.

આ સિસ્ટમનો મુખ્ય હેતુ સ્થાનિક સુરક્ષા અને નાગરિક મુદ્દાઓ સંબંધિત માહિતી એકત્રિત કરીને Civic Awareness અને ભવિષ્યના સામાજિક પ્રયાસો માટે ઉપયોગી ડેટા તૈયાર કરવાનો છે.

વ્યક્તિગત વહીવટી પ્રશ્નો અથવા સરકારી ફરિયાદોના નિરાકરણની ખાતરી GSS દ્વારા આપવામાં આવતી નથી.

CIVIC WATCH BY CITIZEN

તમારી આંખો,
GSS ની તાકાત છે.

તમારા વિસ્તારની સુરક્ષા અને નાગરિક સમસ્યાઓ અંગે જાગૃત રહો અને મહત્વપૂર્ણ Observation શેર કરો.

Submit Civic Observation
Civic Observation