સામાજિક સમસ્યાઓના નિવારણ માટે 10 લાખ લોકો ને એક બીજા સાથે જોડવાનું એક વિશાળ ડિજિટલ મિશન
PHPN – People helping people network
તમારા પરિવાર, મહિલાઓ, બાળકો, સમાજ, નિ:સહાય લોકો અને એમ દેશના દરેક નાગરિકોની સલામતી માટે અને તમારા ફ્રી સમયનો સેવાકીય પ્રવૃત્તિમાં સદુપયોગ કરવા માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના PHPN મિશનમાં જોડાવો.
ગીથા જોહરી, પ્રેસિડન્ટ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન , પૂર્વ ડીજીપી ગુજરાત
શું છે આ મિશન?
નીડર, માનસિક રીતે મજબૂત અને સમાજમાં પોતાનું યોગદાન આપવા ઇચ્છુક 10 લાખ લોકો ની માનવ સાંકળ બનાવવાની છે જે નાગરિક સુરક્ષા, મહિલા સુરક્ષા, ખોવાયેલ બાળકોની શોધ, નિ:સહાય લોકોની સુરક્ષા, કુદરતી કે કુત્રિમ આપદા દરમિયાન વોલ્યુન્ટિયરિંગ કાર્ય દ્વારા વહીવટી તંત્રને મદદરૂપ થવા અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે ઉપયોગી થાય.
આ મિશન નો હેતુ:
આપણા દેશની વસ્તી એક સૌથી મોટો પડકાર છે અને તેના કારણે ઘણા પ્રકારની સામાજિક સમસ્યાઓ સર્જાઈ રહી છે. નાગરિક સુરક્ષા હોય, કુદરતી કે કૃત્રિમ ઇમરજન્સી હોય કે સેવાકીય પ્રવૃત્તિ હોય, વસ્તી એ એક મોટો પડકાર છે. સરકાર કોઈ પણ હોય પણ આ પડકાર ને પહોંચી વળવા સમાજ પણ પોલીસ વિભાગને અને સરકારી તંત્રને મદદરૂપ થાય તે જરૂરી છે.
તો આ સમસ્યાના નિવારણ માટે ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરવામાં આવેલ છે જેના દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે કાર્ય કરવા ઇચ્છુક લોકોને એકબીજા સાથે ડિજિટલ માધ્મ થી જોડવામાં આવશે કે જેનાથી અસરકારક કાર્ય થઇ શકે.
કેવી રીતે થશે આ કાર્ય:
વિશ્વમાં પ્રથમ વખત સામાજિક સમ્યાઓના નિવારણ માટે DGLSI SRPP/RTPP ટેક્નોલોજી નો ઉપયોગ કરેલ છે જેના દ્વારા બનાવેલ Grannus PHPN એપ દ્વારા 10 લાખ લોકોને અને સેવાકીય કાર્ય માટે કાર્યરત એનજીઓ / સોસીયલ ગ્રુપ ને એકબીજા સાથે જોડવામાં આવશે. જયારે પણ તેમની નજીક માં કોઈ સમસ્યા જણાય અથવા સેવાકીય કાર્યો માટે વોલ્યુન્ટિયર તરીકે તેમની અથવા તેમની સંસ્થાની જરૂર પડે અથવા કોઈ ઇમર્જન્સી ઉભી થાય તો તેઓને જાણ થઇ જશે અને જરૂરતના સમયે તેઓ એકબીજાને, પોતાના પરિવાર ને, સરકારી તંત્રને અને દેશને મદદરૂપ પણ થઇ શકશે"
આ સિસ્ટમ દ્વારા જયારે પણ તમે કોઈ તકલીફ માં હશો તો તરત જ તમારી નજીક ના લોકોની મદદ મળી જશે અને એ જ રીતે તમે પણ કોઈ ની મદદ કરી શકશો, મયંક શાહ, ફાઉન્ડર ગ્રેનસ ટેક્નોલોજી
કેવી રીતે જોડાઈ શકાય
ગૂગલ પ્લે સ્ટોર થી Grannus PHPN એપ ડાઉનલોડ કરો. અથવા ગ્રેનસ ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
વોટ્સએપ ગ્રુપ લિંક:
એપ લિંક: Grannus PHPN App Link
કોણ કોણ જોડાઈ શકે છે
દેશભરના નાગરિકો - પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે
રાષ્ટ્રસેવકો અને સમાજસેવકો - સેવાકીય કાર્યો માટે અને ઈમરજન્સીમાં મદદરૂપ થવા માટે
સંસ્થાઓ અને સોસીયલ ગ્રુપ - સેવાકીય કાર્યો માટે અને ઈમરજન્સીમાં મદદરૂપ થવા માટે અને સાથે સાથે તેઓની સંસ્થાના પ્રોજેક્ટ માં ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના વોલ્યુન્ટિયરને પણ જોડી શકશે.
આ મિશનમાં જોડાવવાના ફાયદા
- ઇમર્જન્સીમાં જાહેર સ્થળોએ એકબીજાને અને સંસ્થાઓને મદદરૂપ થઇ શકાશે
- ઇમર્જન્સીમાં જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા મદદરૂપ થઇ શકાશે.
- ખોવાયેલ બાળકો ડિજિટલ માધ્યમથી ત્વરિત શોધવા માટે મદદ મળશે
- લોકોને, વોલ્યુન્ટિયરને અને NGOને એકબીજા સાથે જોડી લોકોની વધારાની વસ્તુઓ, રાંધેલું ભોજન, કપડાં, ફર્સ્ટ એડ દવાઓ વગેરે જેને જે યોગ્ય લાગે તે નિસહાય લોકો સુધી પહોંચાડી શકાશે.
- મેમ્બર અને સંસ્થાઓ સેવાકીય હેતુ માટે ફંડ રેઈઝ કરવા ઉપયોગ કરી શકશે.
Free App
સમાજના તમામ વર્ગના નાગરિકો પોતાની સલામતી માટે આ એપ નો ઉપયોગ કરી શકે તે માટે એપ ને સંપૂર્ણ ફ્રી રાખેલ છે. ઘરેલુ બાબતો સબંધી મહિલા/ પુરુષ સુરક્ષા માટે કાઉન્સેલર દ્વારા નિઃશુલ્ક સલાહ સૂચન આપવામાં આવે છે. ખોવાયેલ બાળકો શોધવા માટે એપ દ્વારા નિઃશુલ્ક સપોર્ટ મળશે અને ઇમરજન્સી સબંધિત એલર્ટ પણ એપ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે.
Volunteer I Card
વોલ્યુન્ટિયરને નિઃશુલ્ક બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે અને તેઓ પોતાના આઈ કાર્ડ એપ માંથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકશે.
Crisis Sport & Social Impact Team
CSSI
CSSI ટીમ માં જોડાવવા ઇચ્છુક લોકો ને 2 દિવસીય ઇમર્જન્સી રિસ્પોન્સ ટ્રેઇનિંગ આપવામાં આવશે, જેમાં ઇમર્જન્સી દરમિયાન જાહેર સ્થળોએ,કામકાજના સ્થળોએ તથા પોતાના ઘરે ઇમર્જન્સી મેનેજમેન્ટ માટે ટ્રેંઈનીગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ તેઓ ને CSSI ટીમ માં જોડવામાં આવશે. તેઓને I CARD અને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ટ્રેઇનિંગ અને CSSI ટીમ માં મેમ્બરશિપ માટે 1200 Rs ફીસ લેવામાં આવશે.
CSSI ટીમ માં જોડાવવા માટે -લિંક
લોકો માટે લોકો દ્વારા અને લોકો ના આર્થિક સહયોગથી ચાલતી વ્યવસ્થા
મેમ્બરશિપ ફીસ દવારા કલેક્ટ કરવામાં આવતી ફીસ થી ગ્રેનસ ઓર્ગેનાઇઝેશનનું સંચાલન થાય છે. આમ આ પ્રોજેક્ટ લોકોના સાથ સહકારથી ચાલશે
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના આ મિશન બાબતે અમુક ખાસ મુદ્દા
1. 1 લાખ થી પણ વધુ લોકો આ મિશન માં ગ્રેનસ એપ દ્વારા જોડાઈ ચુક્યા છે.
2. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્ય સરકાર અને ભારત સરકાર ના મંત્રીઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ એ આ આયોજનની સરાહના કરેલ છે.
3. ગૂગલ પ્લે સ્ટોર પર પબ્લિશ થયેલ બધીજ સોસીઅલ સર્વિસ અને સેફ્ટી એપ માંથી ગ્રેનસ એ સૌથી વધુ રેટિંગ ધરાવતી એપ છે
4. દિવ્યભાસ્કરના ભાસ્કર અપીલ અહેવાલ માં મહિલા સુરક્ષા માટે આ એપને ગુજરાતનું સૌથી વિશ્વસનીય એપ ગણવામાં આવ્યું છે.
5. “સંદેશ” ના અહેવાલ પ્રમાણે મહિલા સુરક્ષા માટે યુઝર રેટિંગ ના આધારે દુનિયાની નંબર 1 એપ છે.
6. આ એપ દ્વારા 40 જેટલા બાળકો શોધવામાં મદદરૂપ થઇ છે. બાળકોના વાલી નો ઇન્ટરવ્યૂ કે કેવી રીતે એપ દ્વારા બાળકો શોધાયા તે સમાચાર દિવ્ય ભાસ્કર /સંદેશ ન્યૂઝ માં પ્રસિદ્ધ થયા છે.
7. કોરોના દરમિયાન 2020 માં, નિસહાય લોકો સુધી ફૂડ પહોંચાડવા માટે બનાવેલી ડિજિટલ માનવ સાંકળ ની રાજ્યના નાગરિકો અને અધિકારીઓ દ્વારા પ્રશંશા થયેલ છે અને કેવી રીતે કાર્ય થયું તે સંદેશ - અખબાર માં પ્રસિદ્ધ થયેલ છે.
8. સીઆઇડી ક્રાઇમ, વુમન સેલ, ગુજરાત ના માર્ગદર્શન હેઠળ Grannus PHPN એપ પર મહિલા સુરક્ષા શપથ અભિયાન ચાલે છે
9. દેશભરમાંથી સતત લોકો Grannus PHPN મિશન સાથે જોડાઈ રહ્યા છે.
10. Grannus PHPN એપ બધા માટે ફ્રી છે અને તેના આર્થિક સંચાલન પ્રાઈમરી મેમ્બર દ્વારા આપવામાં ફીસ થી થાય છે.