વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સુરત થી હિજરત કરી એમ. પી. તરફ પગપાળા જનાર યાત્રીઓ ની વ્હારે લુણાવાડા ગ્રેનસ ટીમ

વૈશ્વિક મહામારી કોરોના ના પગલે ભારત સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય ને ધ્યાને લેતા લોકડાઉન લાદવામાં આવતા વિવિધ શહેરો મા રોજગારી મેળવવા આવેલ પરપ્રાંતીયો ની રોજગારી છીનવાતા તેવો પોતાના વતન પરત ફરી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ત્યારે સુરત રોજગારી અર્થે આવેલ પરપ્રાંતીયો પોતાના વતન એમ. પી. તરફ હિજરત કરી કોઈ પરીવહન દ્વારા તો કોઈ પગપાળા જઈ રહ્યા છે. ત્યારે હાલોલ થી લુણાવાડા સુધી મા રસ્તા મા જેટલા પણ પરપ્રાંતીયો જોવા મળ્યા તે તમામ ને વ્હારે આવી લુણાવાડા ગ્રેનસ ના સંદીપભાઈ દેવાશ્રયી તથા સંબલપુર ગામના સેવાભાવી બિપીનભાઈ.. જીગ્નેશભાઈ પટેલ દ્વારા તેવોને ચા. પાણી. બિસ્કીટ. તથા ભોજન પૂરું પાડી તેમની સંકટ સમયની વેળાએ વ્હારે આવી ખુબ જ સરાહનીય કામગીરી કરતા તેવો એ રાહત ની અનુભુતી કરી હતી.
આમ આવી મહામારી મા પણ ભગીરથ કામગીરી કરવા બદલ સંદીપભાઈ.. જીગ્નેશભાઈ અને બિપીનભાઈ આપનો ખુબ ખુબ આભાર.