Skip to main content

Community Leadership · GSS CIVIC ACTION NETWORK

જન સંવાદ મિશન — નાગરિક ચર્ચા સભા

સોસાયટી, ગામ અથવા કોમ્યુનિટી હોલમાં GSSના નક્કી કરેલા સાત સામાજિક વિષયોમાંથી એક વિષય પર રચનાત્મક નાગરિક ચર્ચા સભાનું નેતૃત્વ કરો.

જન સંવાદ મિશન — નાગરિક ચર્ચા સભા
મિશનનું લક્ષ્યમિશન પ્રોફાઇલમાં પસંદ કરેલા લક્ષ્યાંક મુજબ ૧ થી ૫ એપ્રૂવ્ડ સંવાદ સત્રો.

શરૂઆત કરતાં પહેલાં

  • સ્થળની એપ્રૂવ્ડી અને હાજરી માટે અનુકૂળ સમય નક્કી કરો.
  • આ સાત વિષયોમાંથી એક પસંદ કરો: સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ; સમાજમાં મહિલા સન્માન અને સુરક્ષા; યુવાનોમાં સામાજિક જવાબદારી; સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ; સ્વચ્છ અને શિસ્તબદ્ધ સમાજ; વડીલો પ્રત્યે સમાજની જવાબદારી; સમાજમાં સહયોગ અને સ્વયંસેવાની ભાવના.
  • સંભવિત ભાગ લેનારા નાગરિકોને આમંત્રિત કરો.

મિશન કેવી રીતે પૂર્ણ કરવું?

  1. સત્રની શરૂઆતમાં વિષય અને હેતુ સ્પષ્ટ કરો.
  2. નાગરિકોને સન્માનપૂર્વક વિચારો રજૂ કરવાની તક આપો.
  3. વાતચીતને વિષય પર કેન્દ્રિત અને તથ્યાધારિત રાખો.
  4. હાજરીની કુલ સંખ્યા તથા ચર્ચાના મુખ્ય મુદ્દા નોંધો.
  5. કાર્યક્રમનો અહેવાલ અને યોગ્ય ફોટો GSS Missionમાં સબમિટ કરો.

સબમિશન માટે ઉપયોગી માહિતી

  • વિષય, સ્થળ અને તારીખ
  • હાજરીની સંખ્યા અને ચર્ચાનો સાર
  • સંમતિ સાથે કાર્યક્રમ ફોટો

આ માર્ગદર્શિકા સામાન્ય માર્ગદર્શન માટે છે. મિશન નોંધણી, લક્ષ્યાંક, પુરાવા અને એપ્રૂવ્ડી અંગે GSS Mission Engineમાં દર્શાવાયેલા હાલના નિયમો જ લાગુ પડે છે. GSS સ્વયં દરેક સ્થળે કાર્યક્રમનું આયોજન કરતું નથી.