Skip to main content

મહિલાઓ નિર્ભય બની શકે એવું શહેર કેવી રીતે બને?

મહિલાઓ નિર્ભય બની શકે એવું શહેર કેવી રીતે બને?

સી.સી.ટી.વી., પોલીસ પેટ્રોલિંગ અને કડક કાયદા મહત્વના છે. પરંતુ શું એટલું જ પૂરતું છે? મહિલાઓને સુરક્ષાનો સાચો અનુભવ ત્યારે થાય છે જ્યારે આખું શહેર તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રચાયેલું હોય.

રાત્રે 9 વાગ્યે ઓફિસથી ઘરે પરત ફરતી મહિલાઓ માટે સૌથી મોટો પ્રશ્ન રસ્તો કેટલો લાંબો છે એ નથી.

પ્રશ્ન એ છે કે રસ્તો કેટલો સુરક્ષિત છે.

શું રસ્તા પર પૂરતી લાઇટિંગ છે ?

શું આ વિસ્તારમાં લોકોની અવરજવર છે?

શું જાહેર પરિવહન સુરક્ષિત છે?

શું CCTV કેમેરા છે ?

આવા પ્રશ્નો માત્ર એક વ્યક્તિના નથી. વિશ્વના અનેક શહેરોમાં મહિલા સુરક્ષા અંગે થયેલા અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ માટે “સુરક્ષા”નો અર્થ માત્ર ગુનો ન થવો નથી, પરંતુ જાહેર સ્થળોનો નિર્ભય ઉપયોગ કરી શકવાની સ્વતંત્રતા છે.

Street Light :
ઘણા શહેરોમાં જોવા મળ્યું છે કે અંધારાવાળા રસ્તા, સૂમસામ બસ સ્ટોપ અને ખાલી પડેલા જાહેર વિસ્તાર મહિલાઓમાં અસુરક્ષાનો અહેસાસ વધે છે. એક સારી સ્ટ્રીટલાઇટ ક્યારેક પોલીસ કર્મચારી જેટલું જ મહત્વનું સુરક્ષા સાધન બની શકે છે.

Public Movement
લોકોની હાજરી પણ સુરક્ષા છે. એક ખાલી માર્ગ અને એક વ્યસ્ત માર્ગ વચ્ચે મોટો ફરક હોય છે. જે વિસ્તારોમાં દુકાનો, કેફે, જાહેર સેવાઓ અને લોકોની અવરજવર સતત રહે છે ત્યાં મહિલાઓ વધુ સુરક્ષિત અનુભવે છે.

Safe Public Transport: જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ, રીક્ષા, ટ્રેઈન વગેરે સુરક્ષિત હોય ત્યારે મહિલાઓ રાત્રે પણ અવરજવર માં નિર્ભય અનુભવે છે

CCTV કેમેરા: (2 લાઈન માં લખો કે મહિલાઓ ને શા માટે કેમેરા સુરક્ષિત લાગે)

લાઇવ લોકેશન શેરિંગ – પણ મહિલા સુરક્ષા માટે ઉપયોગી સાધનો બની રહ્યા છે.

પરંતુ શહેરોમાં મહિલા સુરક્ષા ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેની પાછળ તાત્કાલિક કાર્યવાહી કરવાની વ્યવસ્થા હોય …… મહિલા સુરક્ષામાં કડક કાયદાઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સતામણી, સ્ટૉકિંગ, જાહેર સ્થળોએ દુર્વ્યવહાર અને મહિલાઓ વિરુદ્ધના અન્ય ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી ઝડપથી અને અસરકારક રીતે થાય, તો ગુનેગારોમાં કાયદાનો ડર ઉભો થાય છે.

એટલું જ નહીં, મહિલાઓ માટે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા સરળ અને સુલભ હોવી પણ જરૂરી છે. ઘણી વખત મહિલાઓ ફરિયાદ કરતાં અચકાય છે. જો પોલીસ સ્ટેશન, હેલ્પલાઇન અને નાગરિક સહાયતા વ્યવસ્થા સંવેદનશીલ અને સહયોગી હોય, તો વધુ મહિલાઓ આગળ આવી શકે છે.

સુરક્ષિત શહેરનું માપદંડ માત્ર કેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તે નથી, પરંતુ કેટલા કેસોમાં સમયસર કાર્યવાહી થઈ, કેટલા લોકોને ન્યાય મળ્યો અને કેટલા નાગરિકો તંત્ર પર વિશ્વાસ રાખે છે તે પણ છે.

કાયદો, ટેકનોલોજી અને ઝડપી અમલીકરણ જ્યારે સાથે કામ કરે છે ત્યારે જ મહિલા સુરક્ષાની વ્યવસ્થા ખરેખર અસરકારક બને છે.

કેટલાક પરિબળો
સમાજની માનસિકતા સૌથી મોટો પરિબળ

શહેરમાં લાખો કેમેરા લગાવી શકાય, સેંકડો પોલીસ વાહનો દોડાવી શકાય, પણ જો સમાજ મહિલાઓ પ્રત્યે સન્માન અને જવાબદારીની ભાવના ન વિકસાવે તો કોઈપણ વ્યવસ્થા પૂરતી સાબિત થતી નથી….
શહેરમાં લાખો કેમેરા લગાવી શકાય, સેંકડો પોલીસ વાહનો દોડાવી શકાય, પણ જો સમાજ મહિલાઓ પ્રત્યે સન્માન અને જવાબદારીની ભાવના ન વિકસાવે તો કોઈપણ વ્યવસ્થા પૂરતી સાબિત થતી નથી.

એક સુરક્ષિત શહેર માત્ર સરકાર કે પોલીસ દ્વારા નથી બનતું. તે ત્યારે બને છે જ્યારે સામાન્ય નાગરિકો પણ પોતાની ભૂમિકા સમજે છે.

જો કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તેને અવગણવાના બદલે મદદ કરવાનો અભિગમ, જાહેર સ્થળોએ સતામણી સામે અવાજ ઉઠાવવાની હિંમત અને મહિલાઓ પ્રત્યે સન્માનપૂર્ણ વર્તન, આ બધા પરિબળો શહેરને વધુ સુરક્ષિત બનાવે છે.

મહિલા સુરક્ષા અંતે માત્ર કાયદાનો વિષય નથી, પરંતુ સમાજના મૂલ્યો અને સંસ્કૃતિનો પણ વિષય છે. જ્યાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં સુરક્ષા સ્વાભાવિક રીતે વધુ મજબૂત બને છે.

નાગરિકોની ભૂમિકા પણ મહત્વની

સુરક્ષિત શહેર બનાવવા માટે નાગરિકો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવી
ખરાબ અથવા બંધ સ્ટ્રીટલાઇટની ફરિયાદ કરવી
જાહેર સ્થળોની સુરક્ષાને લગતા મુદ્દા સ્થાનિક તંત્ર સુધી પહોંચાડવા
મહિલાઓને મદદરૂપ થવા માટે આગળ આવવું
સુરક્ષા અને જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવી

જ્યારે નાગરિકો અને સ્થાનિક તંત્ર સાથે મળીને કામ કરે છે ત્યારે શહેર વધુ સુરક્ષિત અને જીવંત બને છે.

સૌથી સુરક્ષિત શહેર કેવું હોય?

એવું શહેર જ્યાં:

✅ મહિલા દિવસ-રાત નિર્ભય ફરી શકે

✅ મુશ્કેલીમાં તાત્કાલિક મદદ મળી શકે

✅ જાહેર સ્થળો સૌ માટે સુલભ અને સુરક્ષિત હોય

✅ ટેકનોલોજી અને માનવતા સાથે મળીને કામ કરે

✅ નાગરિકો “જોઈને ચાલ્યા જવું” નહીં પરંતુ “મદદ માટે આગળ આવવું” પસંદ કરે

GSS વિચાર

મહિલાઓ માટે સુરક્ષિત શહેર બનાવવાની શરૂઆત માત્ર કાયદાથી નહીં, પરંતુ જાગૃત નાગરિકો, જવાબદાર સમાજ અને ઝડપી સહાયતા નેટવર્કથી થાય છે.

તમારા મત મુજબ તમારા શહેરમાં મહિલા સુરક્ષા માટે સૌથી મહત્વની એક બાબત કઈ છે?